નવી શિક્ષણનીતિ : વિદ્યાર્થીઓને 10 દિવસ દફ્તરથી મુક્તિ

ભાર વિનાનું ભણતર
તાજેતરમાં દેશમાં નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી છે.  ત્યારે ગુજરાતમાં પણ આ અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નવી શિક્ષણનીતિમાં અમુક મહત્વપૂર્ણ ફેરફાર સૂચવવામાં આવ્યા છે.. આ સુચવેલા સુધારાઓ પૈકી એક એવો ફેરફાર સામે આવ્યો છે કે, ધોરણ.6થી 8માં વિદ્યાર્થીઓ 10 દિવસ સ્કૂલમાં દફ્તર લીધા વિના જ આવે.
આ ફેરફાર અંગેની શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તેમણે જાહેર કર્યું છે કે, નવી શિક્ષણ નીતિમાં ધો.6થી 8માં મહિનામાં 10 દિવસ બેગલેસ પિરિયડની શરૂઆત કરવામાં આવી છે. આ અંગે મળતી વિગતો મુજબ આ 10 દિવસમાં વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે.
વ્યવસાયિક વિષયોની પ્રેક્ટિકલ તાલીમમાં વિદ્યાર્થીઓ સુથારીકામ, મેટલ વર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃત્તિઓ શીખશે. આ સિવાય વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્મારકો અને સંગ્રહાલયોની પણ મુલાકાત કરવવામાં આવશે. તેમજ સ્થાનિક કલાકારો અને કારીગરોને મળવા માટે પણ લઈ જવાશે. નવી શિક્ષણ નીતિમાં શાળાના સમયના 10 દિવસ અથવા તો 60 કલાક ફાળવવા અંગેના સુચનો કરાયાં હોવાનું જાણવા મળ્યું છે.

Comments