ઓખાના દરિયામાંથી 300 કરોડના હેરોઇન સાથે 10 પાકિસ્તાની ઝડપાયા

 * ન્યુ યર ટાંકણે સુરક્ષા એજન્સીનો સપાટો
 * 40 કિલો ડ્રગ્સ અને હથિયાર પકડાયા
 * નાપાક ઘુસણખોરીનો કારસો નાકામ 


ગુજરાત એ. ટી. એસ. ની ટીમને મોટી સફળતા મળી છે. ગુજરાત એ. ટી. એસ. ની ટીમે ઓખાના દરિયામાંથી દસ પાકિસ્તાનીઓને તેમની બોટ, હથિયાર અને 300 કરોડની કિંમતના 40 કિલો હેરોઇન સાથે પકડી પાડ્યા હતા.
આજે વહેલી સવારે ભારતીય જળ સીમામાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની બોટને ગુજરાત એ. ટી.એસ. ની ટીમે ઝડપી પડી હતી.
 ઓખા નજીક દરિયાઈ સીમામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 10 પાકિસ્તાનીઓ હથિયાર અને 40 કિલો હેરોઇન સાથે ઝડપાયા હતા. એટીએસની ટીમે હથિયાર અને હેરોઇન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બોટ અને પાકિસ્તાનીઓને ઓખા લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Comments