દ્રારકામાં ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે

ગુજરાત સરકારે રાજ્યમાં ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા સ્થાપિત કરવાની મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુરુવારે જણાવ્યું હતું કે, 'દેવભૂમિ દ્વારકા કોરિડોર' તૈયાર થઇ રહ્યો છે. જેના ભાગરૂપે દ્વારકા શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવશે.
પ્રતિમાના પ્રથમ તબક્કાનું કામ આગામી વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે. ગઈકાલે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠક બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે તેની જાહેરાત કરી હતી. 
દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવા ઉપરાંત, દ્વારકાધીશ મંદિર માટે પ્રખ્યાત શહેર 3D ઇમર્સિવ એક્સપિરિયન્સ ઝોન અને શ્રીમદ ભગવદ્ ગીતા અનુભવ ક્ષેત્ર પણ બનશે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારે આ પ્રદેશને પશ્ચિમ ભારતનું સૌથી મોટું ધાર્મિક કેન્દ્ર બનાવવા માટે પ્રતિબધ્ધ છે. જે માટે દેવભૂમિ દ્વારકા કોરિડોર' વિકસાવવાનો નિર્ણય કર્યો છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં  એક વ્યુઈંગ ગેલેરી બનશે. જ્યાંથી લોકો પ્રાચીન દ્વારકા શહેરના અવશેષો જોઈ શકશે. સપ્ટેમ્બર 2023માં ભૂમિપૂજન કર્યા બાદ પ્રથમ તબક્કાનું કામ શરૂ થશે.

Comments