ભારતે ચીનને દવાઓ મોકલવાનો નિર્ણય લીધો

કોરોનાની સૌથી ઘાતક લહેર ચીનમાં હાહાકાર મચાવી રહી છે. દરરોજ લાખો નવા દર્દીઓ આવવાના કારણે લોકોને હોસ્પિટલોમાં પથારીઓ મળી રહી નથી. ચીનમાં દવાઓની પણ અછત છે. દવાઓ વિના દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે. પોતાના પાડોશીને મુશ્કેલીમાં ભારત મદદે આવ્યું છે.
ચીનમાં દવાઓની માંગને પહોંચી વળવામાં  ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ઓવરટાઇમ કરવામાં આવી રહ્યો છે. ત્યાંની સરકારે તાવ, શરીરના દુખાવા અને માથાનો દુખાવા માટે મફત દવાઓ આપવાની ઘોષણા કરી છે. આ દરમિયાન ભારતે પણ ચીનને તાવની દવાઓ મોકલવાની મંજૂરી આપી દીધી છે. આઈબુપ્રોફેન અને પેરાસિટામોલ દવાઓ બનાવતી કંપનીઓને ચીનમાંથી ઓર્ડર મળી રહ્યા છે.
આઇબુપ્રોફેન અને પેરાસિટામોલ જેવી દવાઓની હાલમાં ચીનમાં ખૂબ માંગ છે.
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત ચીનની મદદ કરવા તૈયાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે ચીનમાં કોવિડની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમે હંમેશા વિશ્વની ફાર્મસી તરીકે અન્ય દેશોને મદદ કરી છે.

Comments