નાકથી લેવાતી કોરોના-વેક્સિન જાન્યુ.ના ચોથા સપ્તાહમાં બજારમાં મૂકાશે : બાયોટેક
ભારત બાયોટેકે મંગળવારે જણાવ્યું હતું
કે તેની બહુઆયામી 'ઈન્ટ્રાનેઝલ' કોવિડ-વેક્સિનનો
બૂસ્ટર ડોઝ iNCOVACC (BBV-154), જાન્યુઆરીનાં ચોથા સપ્તાહમાં બજારમાં
મુકાશે. ખાનગી હોસ્પિટલોમાં તેનો ભાવ રૂ. ૮૦૦ રહેશે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં
રૂ. ૩૨૫નો રહેશે.
આ પૂર્વે
આ મહિને જ ભારત બાયોટેકે ''સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા
તેના બહુ-આયામી બૂસ્ટર-ડોઝ "iNCOVACC" ને
વેક્સિન માટે મંજુરી આપવામાં આવી હતી.
આ iNCOVACC હવે ભારતમા
દ્વારા પ્રાપ્ય છે; અને તેની
ખાનગી હોસ્પિટલો માટે રૂ.800 તથા કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે તે રૂ.325ના દરે પ્રાપ્ય બનશે. તેમ પણ કંપનીએ કહ્યું
હતું.
iNCOVACC તે
રીકોમ્બીટન્ટ રેપ્લીફેશન-ડેફીશ્યન્ટ એડનો વાયરસ વેકટર્ડ વેક્સિન છે. તેમાં
પ્રિ-ફ્યુઝન-સ્ટેબિવાઈઝડ SARC-Cov-2 સ્માઈક પ્રોટીન છે. તેની ફેઝ-૧, ફેઝ-૨ અને
ફેઝ-૩ ની ટ્રાયલ્સ પુરી થઈ ગઈ છે. તેના પરિણામો પણ સફળ રહ્યા છે.
આ વેક્સિન
નાક દ્વારા લેવાના ટીપા (ઈન્ટ્રા-નેઝલ-ડ્રોપ્સ) માટે સફળ થઈ છે. જે જાન્યુઆરીના
ચોથા સપ્તાહથી બજારમાં પ્રાપ્ય થઈ જશે.


Comments
Post a Comment