Posts

Showing posts from December, 2022

નાકથી લેવાતી કોરોના-વેક્સિન જાન્યુ.ના ચોથા સપ્તાહમાં બજારમાં મૂકાશે : બાયોટેક

Image
  ભારત બાયોટેકે મંગળવારે જણાવ્યું હતું કે તેની બહુઆયામી ' ઈન્ટ્રાનેઝલ ' કોવિડ-વેક્સિનનો બૂસ્ટર ડોઝ iNCOVACC (BBV-154), જાન્યુઆરીનાં ચોથા સપ્તાહમાં બજારમાં મુકાશે. ખાનગી હોસ્પિટલોમાં તેનો ભાવ રૂ. ૮૦૦ રહેશે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં રૂ. ૩૨૫નો રહેશે. આ પૂર્વે આ મહિને જ ભારત બાયોટેકે '' સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન ( CDSCO) દ્વારા તેના બહુ-આયામી બૂસ્ટર-ડોઝ " iNCOVACC"  ને વેક્સિન માટે મંજુરી આપવામાં આવી હતી. આ iNCOVACC હવે ભારતમા દ્વારા પ્રાપ્ય છે ; અને તેની ખાનગી હોસ્પિટલો માટે રૂ. 800 તથા કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે તે રૂ. 325 ના દરે પ્રાપ્ય બનશે. તેમ પણ કંપનીએ કહ્યું હતું. iNCOVACC તે રીકોમ્બીટન્ટ રેપ્લીફેશન-ડેફીશ્યન્ટ એડનો વાયરસ વેકટર્ડ વેક્સિન છે. તેમાં પ્રિ-ફ્યુઝન-સ્ટેબિવાઈઝડ   SARC-Cov-2 સ્માઈક પ્રોટીન છે. તેની ફેઝ-૧ , ફેઝ-૨ અને ફેઝ-૩ ની ટ્રાયલ્સ પુરી થઈ ગઈ છે. તેના પરિણામો પણ સફળ રહ્યા છે. આ વેક્સિન નાક દ્વારા લેવાના ટીપા (ઈન્ટ્રા-નેઝલ-ડ્રોપ્સ) માટે સફળ થઈ છે. જે જાન્યુઆરીના ચોથા સપ્તાહથી બજારમાં પ્રાપ્ય થઈ જશે.  

નવી શિક્ષણનીતિ : વિદ્યાર્થીઓને 10 દિવસ દફ્તરથી મુક્તિ

Image
ભાર વિનાનું ભણતર તાજેતરમાં દેશમાં નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી છે.  ત્યારે ગુજરાતમાં પણ આ અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નવી શિક્ષણનીતિમાં અમુક મહત્વપૂર્ણ ફેરફાર સૂચવવામાં આવ્યા છે.. આ સુચવેલા સુધારાઓ પૈકી એક એવો ફેરફાર સામે આવ્યો છે કે, ધોરણ.6થી 8માં વિદ્યાર્થીઓ 10 દિવસ સ્કૂલમાં દફ્તર લીધા વિના જ આવે. આ ફેરફાર અંગેની શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તેમણે જાહેર કર્યું છે કે, નવી શિક્ષણ નીતિમાં ધો.6થી 8માં મહિનામાં 10 દિવસ બેગલેસ પિરિયડ ની શરૂઆત કરવામાં આવી છે. આ અંગે મળતી વિગતો મુજબ આ 10 દિવસમાં વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. વ્યવસાયિક વિષયોની પ્રેક્ટિકલ તાલીમમાં વિદ્યાર્થીઓ સુથારીકામ, મેટલ વર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃત્તિઓ શીખશે. આ સિવાય વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્મારકો અને સંગ્રહાલયોની પણ મુલાકાત કરવવામાં આવશે. તેમજ સ્થાનિક કલાકારો અને કારીગરોને મળવા માટે પણ લઈ જવાશે. નવી શિક્ષણ નીતિમાં શાળાના સમયના 10 દિવસ અથવા તો 60...

ઓખાના દરિયામાંથી 300 કરોડના હેરોઇન સાથે 10 પાકિસ્તાની ઝડપાયા

Image
  * ન્યુ યર ટાંકણે સુરક્ષા એજન્સીનો સપાટો  * 40 કિલો ડ્રગ્સ અને હથિયાર પકડાયા  * નાપાક ઘુસણખોરીનો કારસો નાકામ  ગુજરાત એ. ટી. એસ. ની ટીમને મોટી સફળતા મળી છે. ગુજરાત એ. ટી. એસ. ની ટીમે ઓખાના દરિયામાંથી દસ પાકિસ્તાનીઓને તેમની બોટ, હથિયાર અને 300 કરોડની કિંમતના 40 કિલો હેરોઇન સાથે પકડી પાડ્યા હતા. આજે વહેલી સવારે ભારતીય જળ સીમામાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની બોટને ગુજરાત એ. ટી.એસ. ની ટીમે ઝડપી પડી હતી.  ઓખા નજીક દરિયાઈ સીમામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 10 પાકિસ્તાનીઓ હથિયાર અને 40 કિલો હેરોઇન સાથે ઝડપાયા હતા. એટીએસની ટીમે હથિયાર અને હેરોઇન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બોટ અને પાકિસ્તાનીઓને ઓખા લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતમાં બે દિવસથી બૂસ્ટર ડોઝની ઇન્કવાયરીમાં વધારો

Image
કોરોના કહેર વખતે બે ડોઝ લીધા બાદ લોકોએ બેદરકારી દાખવી બૂસ્ટર ડોઝ લીધો ન હતો. પરંતુ ચીનમાં કોરોનાનો કહેર વધતા હવે બૂસ્ટર ડોઝ લેવા લોકો જાગૃત થયા છે. બૂસ્ટર ડોઝ ક્યાં મળશે, કેવી રીતે મળશે અને ક્યારે મળશે તેની ઇન્ક્વાયરીમાં વધારો થયો છે. ચીનમાં કોવિડ-19ની અત્યાર સુધીની સૌથી મોટી લહેર આવી છે. ચીનમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે જ્યારે અન્ય દેશમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બૂસ્ટર ડોઝની ઇન્કવાયરીમાં વધારો થયો છે. બૂસ્ટર ડોઝ માટે લોકો સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં  પૂછપરછ કરી રહ્યા છે.  લોકોએ પહેલાં જ બૂસ્ટર ડોઝ લઇ લેવાની જરૂર હતી. પરંતુ હાલ જે પ્રમાણે કોરોના વધી રહ્યો છે તે જોતા લોકો જેમણે બૂસ્ટર ડોઝ નથી લીધો તે લોકોએ તાકીદે બૂસ્ટર ડોઝ લઇ લેવો જોઇએ. ઉપરાંત હવે ભીડ વાળી જગ્યાએ પણ માસ્ક પહેરવું જોઇએ જેથી કોરોનાથી બચી શકાય અને લોકોને બચાવી પણ શકાય. સરકારે પણ આ મામલે અગમચેતીના પગલાં શરૂ કરી દીધા છે. બીજી તરફ કોરોનાનો ડર લોકોમાં વ્યાપી રહ્યો છે. બૂસ્ટર ડોઝ અંગેની ઇન્ક્વાયરીમાં 500 ગણો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું...

ભારતે ચીનને દવાઓ મોકલવાનો નિર્ણય લીધો

Image
કોરોનાની સૌથી ઘાતક લહેર ચીનમાં હાહાકાર મચાવી રહી છે. દરરોજ લાખો નવા દર્દીઓ આવવાના કારણે લોકોને હોસ્પિટલોમાં પથારીઓ મળી રહી નથી. ચીનમાં દવાઓની પણ અછત છે. દવાઓ વિના દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે. પોતાના પાડોશીને મુશ્કેલીમાં ભારત મદદે આવ્યું છે. ચીનમાં દવાઓની માંગને પહોંચી વળવામાં  ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ઓવરટાઇમ કરવામાં આવી રહ્યો છે. ત્યાંની સરકારે તાવ, શરીરના દુખાવા અને માથાનો દુખાવા માટે મફત દવાઓ આપવાની ઘોષણા કરી છે. આ દરમિયાન ભારતે પણ ચીનને તાવની દવાઓ મોકલવાની મંજૂરી આપી દીધી છે. આઈબુપ્રોફેન અને પેરાસિટામોલ દવાઓ બનાવતી કંપનીઓને ચીનમાંથી ઓર્ડર મળી રહ્યા છે. આઇબુપ્રોફેન અને પેરાસિટામોલ જેવી દવાઓની હાલમાં ચીનમાં ખૂબ માંગ છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત ચીનની મદદ કરવા તૈયાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે ચીનમાં કોવિડની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમે હંમેશા વિશ્વની ફાર્મસી તરીકે અન્ય દેશોને મદદ કરી છે.

દ્રારકામાં ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે

Image
ગુજરાત સરકારે રાજ્યમાં ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા સ્થાપિત કરવાની મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુરુવારે જણાવ્યું હતું કે, 'દેવભૂમિ દ્વારકા કોરિડોર' તૈયાર થઇ રહ્યો છે. જેના ભાગરૂપે દ્વારકા શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવશે. પ્રતિમાના પ્રથમ તબક્કાનું કામ આગામી વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે. ગઈકાલે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠક બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે તેની જાહેરાત કરી હતી.  દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવા ઉપરાંત, દ્વારકાધીશ મંદિર માટે પ્રખ્યાત શહેર 3D ઇમર્સિવ એક્સપિરિયન્સ ઝોન અને શ્રીમદ ભગવદ્ ગીતા અનુભવ ક્ષેત્ર પણ બનશે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારે આ પ્રદેશને પશ્ચિમ ભારતનું સૌથી મોટું ધાર્મિક કેન્દ્ર બનાવવા માટે પ્રતિબધ્ધ છે. જે માટે દેવભૂમિ દ્વારકા કોરિડોર' વિકસાવવાનો નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં  એક વ્યુઈંગ ગેલેરી બનશે. જ્યાંથી લોકો પ્રાચી...